Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મકાઈ ખાધા પછી તમે પણ આ ભૂલો નથી કરતા ને?

મકાઈ પર લિંબુ અને મસાલો ભભરાવી ખાવાથી તેનો સ્વાદ તો વધે જ છે સાથે સાથે તે વધુ હેલ્ધી પણ થઈ જાય છે. ઉપરાંત લિંબુ અને મસાલાને કારણે મકાઈ સરળતાથી પચી જાય છે.  મકાઈ ખાધા પછી તમે પાણી તો જરૂરથી પીતા હશો પણ શું તમે જાણો છો કે, મકાઈ ખાધા બાદ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે?

મકાઈ ખાઈને તરત પાણી ન પીવો- મકાઈ ખાધા બાદ તરત પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આને કારણે ઔષધિ ગુણોથી ભરપૂર મકાઈની તમારા પર અવળી અસર થાય છે, મકાઈ ખાધા બાદ તરત પાણી પીવાથી પાચનક્રિયા બગડે છે.

એસિડિટિ- અસલમાં મકાઈમાં ભરપૂર માત્રમાં સ્ટાર્ચ અને કોમ્પ્લેકસ કાબૂ હોય છે જેના કારણે મકાલ્ખાધા બાદ તરત પાણી પીવાથી એસિડિટિની પ્રોબ્લમ થાય છે.

પોષક તત્વોથી ભરપૂર છે મકાઈ- આ ઉપરાંત તેમાં ફોલિક એસિડ, મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં છે. મકાઈ એક શાનદાર કૉલેસ્ટ્રોલ ફાઈટર માનવામાં આવે છે, જે હાર્ટ સંબંધિત સમસ્યાઓમાં ખૂબ લાભકારી સાબિત થાય છે.

(9:32 am IST)