Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પૂર્વ અમેરીકી રાષ્‍ટ્રપતિ જોર્જ એચ.ડબલ્‍યુ બુશની શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ પ્રાર્થના ન કરી !!

પૂર્વ અમેરીકી રાષ્‍ટ્રપતિ જોર્જ એચ.ડબલ્‍યુ બુશની શ્રધ્‍ધાંજલી દરમ્‍યાન રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્‍પ ધ અપોસલ્‍સ ક્રીડ પ્રાર્થના કરતા દ્રષ્‍ટિગોચર નથી થતાં જયારે પૂર્વ રાષ્‍ટ્રપતિ બરાક ઓબામા, બિલ કલીન્‍ટન, જીમી કાર્ટર  અને પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા અને હીલેરી પ્રાર્થના કરતા નજરે ચડે છે. આ પ્રાર્થના ઇસાઇ ધર્મની સૌથી મોટી પ્રાર્થનામાંની એક છે.

 

(10:42 pm IST)
  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST

  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST