Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

નર્સે નવજાત બાળકના પિતાને પૂછ્યુ તમે છાતી પર નીપલ લગાવીને દૂધ પીવડાવી શકો છો ? અને બાળકને સ્‍તનપાન કરાવનાર તેઓ દુનિયાના પહેલા પિતા બની ગયા

ન્‍યૂયોર્કઃ અમેરિકાના વિસ્કોન્સિનમાં રહેનારી એપ્રિલ ન્યૂબોર્સે 26 જૂન 2018ની મોડી રાત્રે એક બાળકીને જન્મ આપ્યો હતો. પરિવારે આ બાળકીનુ રોઝેલી નામ રાખ્યું હતું. જોકે, બાળકીને જન્મ આપવો એ એપ્રિલ માટે વધારે દુઃખદાયક હતો. કારણ કે તે પોતાની દીકરીને ખોળામાં પણ લઇ શકતી ન હતી. બાળકીને જન્મ આપ્યા પહેલા એપ્રિલની હાલત વધારે નાજુક હતી. સાધારણ ડિલિવરીનો પ્લાન સિઝેરિયનમાં ફેરવાય ગયો. ડિલિવરી દરમિયાન તેનું બીપી સામાન્યી વધી ગયું. તે ગણા કેટલાય સમયથી પ્રી-એક્લેપસિયા નામની બીમારીથી પીડાતી હતી.

 

બાળકીને જન્મ આપ્યા બાદ તેને બીજી પણ તકલિફ થવા લાગી હતી. ત્યારબાદ તેને અન્ય વોર્ડમાં સિફ્ટ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં રોઝેલીને સ્તનપાન કરાવવાની પણ મુશ્કેલીઓ સર્જાઇ હતી. આમ બાળકીને લઇ નર્સ તેના પિતા મૈક્સમિલિયન પાસે પહોંચી. ત્યારબાદ તે બંને બાળકોની નર્સરી તરફ જવા લાગ્યા. નર્સે મેક્સમિલિયનને જણાવ્યું કે, બાળકીને જરૂરી ખોરાક જોઇએ. શરૂઆત કરવા માટે તેને આંગળીથી દૂધ પીવડાવવું પડશે.

મેક્સમિલિયનને જણાવ્યું કે, થોડા સમય પછી નર્સે એક અજીબો ગરીબ પ્રશ્ન પૂછ્યો હતો. નર્સે મેક્સમિલિયનને પૂછ્યું કે, તમે છાતી પર નિપલ લગાવીને દૂધ પીવડાવી શકો છો? નર્સના પ્રશ્ન પર મેક્સમિલિયનને તરત જ તૈયારી દાખવી હતી. ત્યારબાદ મેક્સમિલિયનને બાળકીની માતા બનાવવાની તૈયારી શરૂ થઇ ગઇ હતી. નર્સે એક પ્લાસ્ટિકની નિપલને મેક્સમિલિયનની છાતી પર ચિપકાવી દીધઈ. અને એક નળી સાથે જોડી દીધી. મેક્સમિલિયને જણાવ્યું કે, બાળકને સ્તનપાન કરાવનાર તેઓ દુનિયાના પહેલા પિતા બન્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, મારી જગ્યાએ કોઇ બીજો હોત તો આમ જ કરત.

(6:45 pm IST)