Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ઇટલીના બોલોગ્રામા ટેન્કર વિસ્ફોટમાં બેના મોત: 55 ઘાયલ

નવી દિલ્હી: ઇટલીના બોલોગ્રામા રસ્તા પર એક ટેન્કર વિસ્ફોટ બાદ પલ્ટી જતા તેમાં 2 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 55 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે ત્યાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે જયારે ટેન્કરમાં આગ લાગવાની ઘટના બની ત્યારે તેના ઘર હલવા લાગ્યા હતા.આ વિસ્ફોટ લગભગ અંદાજે 12.30 વાગ્યાની આસપાસ થયો હતો વિસ્ફોટના કારણે આસપાસના લોકોને ત્યાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના એરપોર્ટ નજીક મોટર-વે પર બની હતી.

(6:18 pm IST)