Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ભારે BMI ધરાવતા વૃદ્ધોનું મગજ નબળું પડવાનું જોખમ

નવી દિલ્હી તા.૭: મોટી ઉમરે સ્થૂળતા અથવા ભારે બોડી માસ ઇન્ડેકસ (BMI)ને કારણે મગજનું આરોગ્ય કથળે છે. કમર અને નિતંબો પર ચરબીનું પ્રમાણ વધારે હોય તો મગજ નબળું પડતાં માણસો અને વસ્તુઓને ઓળખવા-પારખવાની ક્ષમતા પર અસર થાય છે. સ્થૂળતાના મગજની કામગીરી સાથે સંબંધને પેટ પર ચરબીના થરના નિશાન અને માણસો અને વસ્તુઓને ઓળખવા-પારખવાની ક્ષમતા પર જોખમના રૂપમાં સમજાવી શકાય.

અગાઉના અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે સરેરાશ વાજબી વનજ ધરાવતી વ્યકિતઓની સરખામણીમાં વધારે વજન ધરાવતી વ્યકિતઓ યાદગીરીની કસોટીમાં સારૂ પર્ફોર્મ કરતી નથી. આયરલેન્ડના ડબ્લિનસ્થિત ટ્રિનિટી કોલેજના કોનલ કનિંગહેમે સ્થૂળતાની આરોગ્ય પર નકારાત્મક અસરો અને ચરબીના થરને કારણે મગજની સ્થિરતા અને સ્વસ્થતા પર અસર થતી હોવાનું જણાવ્યું હતું.

સંશોધનકારોની ટીમે ૫૦૦૦ વ્યકિતઓની વિગતોના આધારે કરેલો અભ્યાસ બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એ અભ્યાસનાં તારણોની નોંધપાત્ર અસરો હોઇ શકે, કારણ કે ચિત્તભ્રંશની વ્યાધિ ધરાવતા લોકોની સંખ્યા વૈશ્વિક ધોરણે ૨૦૦૧માં ૨.૪૩ કરોડ લોકોની હતી એ ૨૦૪૦ સુધીમાં વધીને ૮.૧૧ કરોડ લોકોમાં ફેલાવાની શકયતા અભ્યાસમાં વ્યકત કરવામાં આવી છે.

(3:51 pm IST)