Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

આ યુવતીના બેડરૂમમાં રહે છે ૧૬ સાપ અને અજગર

બીજીંગ, તા. ૭ :  મોટા ભાગે લોકો અજગર અને સાપને જોતાં જ છળી મરે છે, પરંતુ ઝી નામની યુવતીને અજગર પાળવાનો શોખ છે. ૧૪ વર્ષની વયે તેને પહેલી વાર એક પેટ શોપમાં અજગર જોયો હતો અને તેણે પોતાના અને ભાઇના પોકેટમનીમાંથી એ ખરીદ્યો હતો. એ પછી તો તેણે એક પછી એક ખતરનાક કહેવાય એવી પ્રજાતિના સાપ અને અજગર પાળ્યા છે. હાલમાં તેના બેડરૂમમાં આવાં ૧૬ પ્રાણીઓ છે. બ્લડ પાયથન, બાઓ કન્ટિસ્ટ્રંકટ, રોયલ પાયથન અને બર્મિઝ પાયથન જેવા મહાકાય અજગર ૧૬ ફૂટનો છે. રાતના સમયે આ સાપ અને અજગરને તે અલગ ડબ્બામાં મુકી દે છે અને આખો દિવસ તેના ફલેટમાં ખુલ્લા ફરતા હોય છે. કયારેક મોટા સાપ દીવાલો પર ચડીને ખુણેખાંચરે ભરાઇ જાય છે ત્યારે એ કાઢવા માટે ફાયર-બ્રિગેડ બોલાવવી પડે છે. મોટા અજગરોને તે દર મહિને ત્રણથી છ કિલોના મોટા સસલા ખાવા આપે છે. જયારે નાના સાપને ઉંદર અને ચિકન ખાવા આપે છે. ઝીનું કહેવું છે કે વીકમાં એકાદ વાર કોઇક ને કોઇક સાપ તેને કરડે છે અને લોહી પણ નીકળે છે, પણ તેને એનો કોઇ ડર નથી લાગતો.

(3:41 pm IST)