Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

તમારી યાદશકિત ઉપર ખરાબ પ્રભાવ પાડે છે આ ભોજન

આજની આ બદલતી જીવનશૈલીએ આપણી ખાણી-પીણીની આદતોને બદલી નાખી છે. પરંતુ, આ ભોજન માત્ર આપણા શરીર પર જ નહિં આપણા મસ્તિષ્ક ઉપર પણ વ્યાપક પ્રભાવ પાડે છે. અમુક પ્રકારના ભોજન તમારા મગજને તેજ કરે છે તો કેટલાક તમારી યાદશકિતને કમજોર કરવાનું કારણ પણ બને છે.

 તમે ઘણીવાર પોપકોર્ન ખાતા હશો. પણ તે તમારા મગજ માટે યોગ્ય નથી. તેમાં ડીએસટીએલ નામનું એક કેમીકેલ હોય છે. આ કેમીકલ શરીરમાં અમીલોઇડ પ્લકુએસ પેદા કરે છે. જે મગજમાં જઈને જામી જાય છે. તેની ખરાબ અસર તમારી વિચારશકિત ઉપર પડે છે.

 જો તમે માંસાહારી છો તો તમારે પ્રોસેસ્ડ મીટથી દૂર રહેવુ જોઈએ. કારણ કે તે તમારી યાદશકિતને ધીમે-ધીમે કમજોર કરી દેશે.

 પ્રોસેસ્ડ ચીઝનો પણ ખાવામાં ઉપયોગ ન કરવો જોઈએ. ભલે તે ખાવામાં સ્વાદિષ્ટ હોય, પણ તમારી મેમરીને અસર કરે છે.

 

(9:55 am IST)