Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ત્વચાને સુંદર બનાવવા માટે આવી રીતે કરો નારિયેળ તેલનો ઉપયોગ

નારિયેળ તેલ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રાચીન યુગથી જ મહિલાઓ પોતાની સુંદરતામાં નિખાર લાવવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. નારિયેળ તેલ ત્વચા સાથે સંકળાયેલ બધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

૧. નારિયેળના તેલમાં ભરપુર માત્રામાં એન્ટીબેકટીરિયલ જેવા ગુણ હોય છે. જે ત્વચાને ઈન્ફેકશનથી બચાવીને રાખે છે. દરરોજ ચહેરા પર નારિયેળનું તેલ લગાવવાથી ત્વચાનું પીએચ બેલેન્સમાં રહે છે. નારિયેળના તેલમાં ભરપુર માત્રામાં એન્ટી-ઓકિસડેન્ટ હોય છે. જે ચહેરા પરની કરચલી દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત નારિયેળનું તેલ તમારા ચહેરા પર નેચરલી નમી બનાવી રાખે છે.

૨. ઓઈલી સ્કીનવાળા લોકો માટે નારિયેળનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળના તેલમાં એસ્ટ્રિજેન્ટ ગુણ હોય છે, જે ત્વચાની ગંદકીને બહાર કાઢી ઓઈલ નિર્માણને રોકે છે.

નારિયેળના તેલનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા પોતાના ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો. હવે અડધી ચમચી નારિયેળનું તેલ લઈ તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. ૨ મિનીટ મસાજ કરવાથી તેલ તમારી ત્વચાના રોમછીદ્રોની અંદર જતુ રહેશે. હવે એક ટુવાલને ગરમ પાણીમાં પલાળી તમારા ચહેરા પર રાખો.

(9:54 am IST)