Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

યુનિક લુક મેળવવા માટે ટ્રાઈ કરો આ ઇન્ડો-વેસ્ટર્ન કુર્તિ

હાલ બધી છોકરીઓને સ્ટાઈલની સાથે કમ્ફર્ટેબલ કપડા પહેરવા ગમે છે.  અત્યારે કુર્તિઓનો સારો એવો ક્રેઝ ચાલી રહ્યો છે. ઘરે અથવા કોલેજ માટે પણ કુર્તિ સાથે સલવાર અથવા લેગિન્સ પહેરવામાં આવે છે. પણ જો તમે ફ્રેન્ડ્સ સાથે કોઈ પાર્ટી કે આઉટીંગ પર જઈ રહ્યા છો તો કુર્તાને જીન્સ સાથે ટ્રાઈ કરી શકો છો.

આ ઉપરાંત ઈન્ડો વેસ્ટર્ન આઉટફીટ પણ ખૂબ જ સારા લાગે છે. ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં તમે યુનિક દેખાવ છો અને સાથે કમ્ફર્ટેબલ પણ લાગે છે. જો તમે પણ ઈન્ડોવેસ્ટર્ન લુક મેળવવા ઇચ્છો છો તો  જીન્સ સાથે અલગ-અલગ સ્ટાઈલની કુર્તિ ટ્રાઈ કરો. જેનાથી તમને ઈન્ડો-વેસ્ટર્ન લુક મળશે.

૧. જો તમે યુનિક અને સ્ટાઈલીશ લુક મેળવવા ઈચ્છો છો તો તમારા જીન્સની સાથે ફુલ ફ્રીલ સ્લીવ્સ સ્ટાઈલ કુર્તિ પહેરો. તેમાં તમે ખૂબ જ સુંદર લાગશો.

૨. તમારા ફ્રેન્ડ સાથે આઉટીંગ અથવા ડીનર ડેટ પર જવા માટે જીન્સ સાથે ફ્રન્ટ ક્રોપ ટોપ સ્ટાઇલ કુર્તિ ટ્રાઈ કરો.

૩. તમે તમારા જીન્સ સાથે ફ્રન્ટ કટ સ્ટાઈલ કુર્તિ પણ પહેરી શકો છો. તેનાથી તમને સ્ટાઈલીશ લુક મળશે.

૪. તમે જીન્સ સાથે વી નેક લાઈન કુર્તિ ટ્રાઈ કરો. જે ખૂબ જ સુંદર લાગશે.

(9:54 am IST)