Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દુનિયાનું સૌથી મોટું હોટડોગ

નવી દિલ્હી: દુનિયાં દરેક  વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે તે કંઈક એવું કરે જેથી કરીને દુનિયા તેને યાદ રાખે આજે સમાજના દરેક લોકો કંઈકને કંઈક હટકે જ કરવા માંગે છે આવો જ એક રેકોર્ડ ઈલિનોઈસ ગોલ્ફ કોર્સે 1163 ફૂટ લાંબી લાઈનમાં 2496 હોટ્ડોગ બનાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.રોમવિલેમાં મિસ્ટરવુડ ગોલ્ફ કલબે 4 જુલાઈના સૌથી વધારે પસંદ થનાર હોટ ડોગ બનાવવાનું શરૂ કર્યું હતું અને તેમને આવડો મોટો હોટ્ડોગ બનાવીને ગિનીઝ બુકમાં નામ જોડાવી દીધું છે.

(5:08 pm IST)
  • ખિસ્સાવાળા જેકેટમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોની સુરતના મહિધરપુરાથી ધરપકડ :બંને દમણથી ખિસ્સાવાળા જેકેટમાં દારૂની બોટલ લાવ્યા હતા :જેકેટ ઉપરાંત પગમાં પણ સેલોટેપ મારીને દારૂની બોટલો સંતાડીને લાવ્યા હતા.:આ બંને પાસેથી 96 જેટલી દારૂની બોટલ શરીર પરથી પોલીસે કબજે કરી access_time 1:34 am IST

  • વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. વિહિપે સરકારને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ઓગસ્ટ, 2018 સુધીનો સમય આપ્યો છે. જો આનો કોઈ ઉકેલ નહિ નીકળે તો વિહિપ આને મોટા નેતાઓ સામે લઈ જશે જેમાં સંગઠનના શક્તિશાળી પદાધિકારીઓ સાથે સાધુ-સંતો પણ શામેલ હશે. access_time 1:19 am IST

  • નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ના કારણે પૂર્ણાં અને અંબિકા નદીઓ માં ઘોડાપુર ની સ્થિતિ : નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા. access_time 7:19 pm IST