Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

૪૮ સ્‍કાયડાઇવર્સે આકાશમાં રચી PEACE

અમેરિકાના કેલિફોર્નિયામાં કેટલાક જાંબાઝ સ્‍કાયડાઇવર્સે ભેગા મળીને તાજેતરમાં આકાશમાં PEACE શબ્‍દની રચના કરીને શાંતિનો સંદેશો આપ્‍યો હતો. ડેન બ્રોડ્‍સ્‍કી-ચેન્‍ફેલ્‍ડ નામના પ૬ વર્ષના સ્‍કાયડાઇવરના નેતૃત્‍વમાં આ ભગીરથ પ્રોજેકટ પર પડયો હતો. આ ગ્રુપમાં ૧૮ વર્ષથી લઇને ૮૦ વર્ષ સુધીના સ્‍કાયડડાઇવર્સે ભાગ લીધોહતો. તેમણે ૧૬.પ૦૦ ફુટ ઊંચે જઇને સાથે જમ્‍પ માર્યો હતો. આકાશમાં અંગ્રેજીમાં પીસ શબ્‍દ બને એ રીતે તેમણે એકબીજાના હાથ પકડી રાખ્‍યા હતા. દુનિયાભરમાંથી ૪૮ સ્‍કાયડાઇવર્સનું ગ્રુપ ખાસ વિશ્‍વમાં શાંતિનો સંદજેશ આપવા માટે એકઠું થયું હતું. આ પ્રોજેકટ માટે તેમણે ખાસ રિહર્સલ નહોતું કર્યું. પરંતુ કયારે અને કેવી રીતે જમ્‍પ મારવો અને કઇ રીતે દરેક ડાઇવરે બોડીને પ્‍લેસ કરવી એનું બારીક પ્‍લાનિંગ કરવામાં આવ્‍યું હતું.

(4:14 pm IST)