Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ઘાનામાં પ્રોફેશનલ રૂદાલીઓ મળે છે અંતિમ ક્રિયા વખતે રડવા માટે

લંડન તા.૭: સ્‍વજનનું મૃત્‍યુ થાય ત્‍યારે ભલભલાને રડવું આવી જતુ હોય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને કેમેય આંખમાંથી આંસુ નથી પડતાં. આફ્રિકન દેશ ઘાનામાં કોઇ વ્‍યકિતના મૃત્‍યુ પછી ખૂબ જોરજોરથી રડવાની પ્રથા છે. આ પ્રથાને કારણે મૃત્‍યુ પ્રસંગે લોકો જોરથી રડારોળ કરી મુકે એવીસ્ત્રીઓને લઇ આવે છે. ઘાનામાં કોઇના ફયુનરલ વખતે રડવા માટે રુદાલી બનવું એ સારી કમાણી કરાવી આપતો પ્રોફેશનલ બની ગયો છે. અમી ડોકલી નામની એક મહિલા આવું પ્રોફેશનલ શોક માટે રડતું ગ્રુપ ચલાવે છે. તે આ માટે ખાસ કરીનેસ્ત્રીઓને કેવી રીતે રડવું એની તાલીમ પણ આપે છે. બહેનનું કહેવું છે કે, ‘કોઇ અજાણી વ્‍યકિતના મોત પર રડવાનું સહેલું નથી. રાધર, ખૂબ અઘરું છે. એમાંય રડવાની આ પ્રોફેશનલ સર્વિસમાં કસ્‍ટમર કેટલી ફી ચૂકવે છે એના આધારે તમારે રડવાનું પર્ફોમન્‍સ આપવાનું હોય છે. બિગ ફયુનરલમાં તમારે ખૂબ રડવાનું હોય, પરંતુ એના પૈસા પણ ખૂબ મળે. જયારે સામાન્‍ય ફયુનરલમાં શોકમગ્ન થઇને થોડાંક આંસુ સારવામાં બહુ તકલીફ ન પડે.'

ઘાનામાં મૃત્‍યુનો પ્રસંગ ખુબ મોંઘો હોય છે. એવરેજ મોતનો પ્રસંગ લગભગ પંદર હજાર ડોલર એટલે કે દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરાવે છે. પ્રોફેશનલ રડવાની સર્વિસિજનું મેનું પણ અજીબ છે. ડૂસકાં ભરવાં, ખૂબ બુમો પાડીને રડવું, રડતા-રડતા જમીન પર આળોટવું, રડતાં-રડતાં ફયુનરલના ગ્રાઉન્‍ડ પર જવું, ખૂબ લાગણીશીલ બનીને હીબકાં ભરવાં, બેસિક રડવું, ઉબકા આવી જાય એટલું રડવું જેવા વિવિધ પ્રકારો ઘાનાની પ્રોફેશનલ રુદાલીઓ ઓફર કરે છે.

(4:14 pm IST)
  • રાજકોટ આર.આર.સેલનો સપાટો : ધ્રાંગધ્રાના પ્રથુગઢ ગામે થી અંગ્રેજી દારૂ સહિત રૂ. 65,32,800 નો મુદામાલ કબજે કર્યો : રાજકોટ આર.આર.સેલ ને મોટી સફળતા : રાજકોટ રેન્જ ની ટીમ દ્રારા રેઇડ કરતા સ્થાનિક પોલીસ આવી શંકાના ઘેરામાં access_time 9:17 pm IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST

  • તેલંગાણાનો 24 વર્ષીય વિદ્યાર્થીનું અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં શુક્રવારે મોત નિપજ્યું હતું. વારંગલનો રહેવાસી વિદ્યાર્થી શરત કપ્પૂ અહીંની મિસૂરી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટ અનુસાર કંસાસ પોલીસને શુક્રવારે સાંજે 7 વાગ્યે એક રેસ્ટોર્ટમાં ગોળીબારની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી લોહીમાં લથપથ શરદનો મૃતદેહ પુલમાંથી મળી આવ્યો હતો. access_time 1:19 am IST