Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

અનોખી પરંપરા: પંડુચેરીમાં આવેલ એક ગામમાં છેલ્લા 500 વર્ષથી પુરુષોને કિચન કિંગ માનવામાં આવે છે

નવી દિલ્હી: સામાન્ય રીતે કિચનને મહિલાઓનું ક્ષેત્ર ગણવામાં આવે છે. દરેક ઘરમાં પહેલાથી જ સ્ત્રીઓ કિચન સંભાળતી નજરે પડે છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે ભારતમાં જ એક ગામડું છે, જ્યા પુરુષો કિચન સંભાળે છે, તો તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ આ વાત સાચી છે. હકીકતમાં પુડુચેરીનું એક ગામ 'વિલેજ ઓફ કુક્સ' તરીકે ઓળખાય છે..પુડુચેરી સ્થિત કાલયુર ગામમાં પુરુષોને કિચન કિંગ માનવામાં આવે છે. છેલ્લા 5 સદીઓથી એટલે કે લગભગ 500 વર્ષોથી અહીંના રસોડામાં પુરુષોનું વર્ચસ્વ છે. આ ગામ પુડુચેરીથી 30 કિમી દૂર આવેલું છે અને અહીંના દરેક ઘરમાં એક મહાન રસોઇયા જોવા મળે છે. આ ગામમાં આશરે 80 જેટલા મકાનો છે અને દરેક ઘરમાં પુરુષોનું રસોઈ બનાવવી એ ત્યાંની પરંપરાનો ભાગ છે.એક અંદાજ મુજબ ગામમાં 200 પુરુષ કુક છે. દરેક કુકને મુશ્કેલ ટ્રેનિંગમાંથી પસાર થવાનું હોય છે. ગામમાં પુરુષોને મહાન કુક બનાવવા માટે 10 વર્ષની લાંબી ટ્રેનિંગ લેવી જરૂરી છે. દરેક રેસિપીની જાણકારી તેમને ચીફ શેફ આપે છે. આ તમામ કુક લગ્ન અને પાર્ટીમાં ભોજન બનાવવાના ઓર્ડર લે છે. અહીંના કુક એક વખતમાં અંદાજે 1000 લોકોને એકસાથે ભોજન પીરસી શકે છે.

 

 

(6:03 pm IST)