Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

બ્રિટનમાં ખોદકામ દરમ્યાન ચાર હજાર વર્ષ જુના મંદિરના અવશેષો મળ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: પુરાતત્વવિદોની ટીમે ઇંગ્લેન્ડના નોર્થમ્પ્ટનની પાસે એક પ્રાચીન સાઇટ પર જે મળી આવ્યું છે તેને જોઇને બધા આશ્રર્યચકિત થઇ ગયા છે. પુરાતત્વવિદોની ટીમને આ સ્થળેથી પ્રાચીન મંદિર અથવા પ્રાર્થના સ્થળના અવશેષ મળ્યા છે. આ અવશેષ પ્રાચીન સભ્યતાથી જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ મંદિરના અવશેષ ચાર હજાર વર્ષ જૂના હોઇ શકે છે. પુરાતત્વવિદોના જણાવ્યા અનુસાર આ સાઇટ ઇતિહાસની દ્રષ્ટિઅએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અહીં વધુ મોટી શોધખોળ થઇ શકે તેમ છે. મ્યુઝિયમ ઓફ લંડન આર્કિયોલોજી (એમઓએલએ)ના પુરાતત્વવિદોની ટીમે નોર્થમ્પ્ટનની પાસે ઓવરસ્ટોનની આ સાઇટ પર ખોદકામ કરી રહી છે. જે જગ્યાએ ખોદકામનું કાર્ય ચાલી રહ્યું છે તેના પર હાઉસિંગ ડેવલોપમેન્ટ કરવામાં આવશે. આ જગ્યા ઇતિહાસ સાથે જોડાયેલી છે. તેથી સંશોધકો પહેલા ખોદકામ કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ જગ્યાનો બે હજાર વર્ષથી વધારે ઉપયોગ થયો છે. તેમણે જણાવ્યું હતું કે આ સાઇટ પર અત્યાર સુધી કાંસ્ય યુગ અને રોમન સભ્યતાથી જોડાયેલ અનેક વસ્તુઓની શોધ કરવામાં આવી છે.

(6:11 pm IST)