Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

હેલ્મેટ પહેરવાથી સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરીનુ રિસ્ક ઘટી જાય

ન્યુયોર્ક, તા.૭ : આપણા દેશમાં ટુ-વ્હીલરસવારોને હેલ્મેટ પહેરવી ફરજીયાત છે છતાં ઘણા લોકો હેલ્મેટ પહેરતા નથી અને જયારે એકિસડન્ટ થાય ત્યારે તેમના મૃત્યુનંુ રિસ્ક વધી જાય છે. જોકે અમેરિકાના વિસ્કોન્સિન વિસ્તારમાં હેલ્મેટ પહેરવી ફરજીયાત નથી છતાં ટુ-વ્હીલર સવારો એ પહેરે છે. ૨૦૧૦ થી ૨૦૧પ સુધીના સમયમાં આ વિસ્તારમાં હેલ્મેટ પહેરેલા અને હેલ્મેટ ન પહેરનારા બાઇક સવારોને થયેલા એકિસડન્ટ વિશે સ્ટડી કરવામાં આવ્યો હતો અને એમાં જાણવા મળ્યંુ હતંુ કે જે બાઇક સવારોએ હેલ્મેટ પહેરી હતી તેમની સ્પાઇનલ કોર્ડ સલામત રહી હતી, જયારે હેલ્મેટ ન પહેરનારા બાઇક સવારોને સ્પાઇનલ કોર્ડમાં ફ્રેકચર થયંુ હતંુ અને એની ટ્રીટમેન્ટ માટે ઘણો સમય લાગ્યો હતો તથા ખર્ચ પણ થયો હતો.

(4:00 pm IST)