Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

માતા-પિતાએ શાળાએ જવાનું કહેતા બાળકે ઘરમાં માતા-પિતા સહીત બહેનને કુહાડીથી મોતનેઘાટ ઉતારી દીધા

નવી દિલ્હી; રશિયાના એક શહેરમાં હ્રદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીં રહેનારા 17 વર્ષીય બાળક વદીમ ગોરબુનોવે પોતાના માતા-પિતા અને બહેનને માત્ર એટલા માટે હત્યા કરી નાખી, કેમ કે તેઓ તેને શાળાએ જવા માટે કહી રહ્યા હતા અને તે શાળાએ જવા માંગતો નહોતો. એજ કારણે બાળકે કુહાડીની મદદથી ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા. મર્ડર કર્યા બાદ તે પોતાના ઘરથી ભાગી ગયો હતો. રશિયાની પોલીસને આ કેસનું કોકડું સોલ્વ કરવામાં ઘણો સમય લાગી ગયો હતો.

               પોલીસે જણાવ્યું હતું કે બાળકે પોતાના પિતાની હત્યા કર્યા બાદ તેના મૃત શરીરને ખરાબ રીતે કચડી નાખ્યું હતું અને પછી પોતાના કપડાં પહેરાવી દીધા, જેથી પોલીસને લાગે તે બાળકની બોડી છે. બાળકના 40 વર્ષીય પિતા વ્યવસાયે વેલ્ડર હતો. તપાસની શરૂઆતમાં પોલીસે એમ માન્યું કે સૌની હત્યા પિતાએ જ કરી છે અને તેને શોધવાનો શરૂ કરી દીધો. પોલીસે આમ માન્યું કે તેના પિતાએ પોતાના બાળકોની હત્યા કરી નાખી છે. જોકે ત્યારબાદ ફોરેન્સિક એક્સપર્ટ્સે જ્યારે ડેડ બોડી પર સારી રીતે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે આ બોડી તો પિતાની છે.

(5:35 pm IST)