Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

માનવીય રોબોટ સાથે લગ્ન કરવા તૈયાર થયો આ વ્યક્તિ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન માણસને માનવીય રોબોટ (Humanoid Robot) સાથે પ્રેમ થયો છે. એટલું જ નહીં, આ વ્યક્તિ આ રોબોટ સાથે લગ્ન કરીને તેને પોતાની પત્ની બનાવવા માંગે છે અને પોતાના પ્રેમને સાબિત કરવા માંગે છે.અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે પ્રેમ આંધળો હોય છે. પણ આ કેવો પ્રેમ છે? આ ચોંકાવનારો કિસ્સો ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડનો છે. અહીંનો રહેવાસી જિયો ગલાઘર તેની હ્યુમનૉઇડ રોબોટ એમ્મા સાથે પ્રેમમાં પડ્યો છે. જિયોનું કહેવું છે કે તે હવે એમ્મા વિના તેનું જીવન અધૂરું માને છે. આ જ કારણ છે કે તેણે એમ્મા સાથે લગ્ન કરવાનો અને તેને જીવનભરનો સાથી બનાવવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ક્વિન્સલેન્ડના રહેવાસી જિયોની માતાનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારથી, તે તેના પાલતુ ડોગી પેન સાથે રહેવા લાગ્યો. આ દરમિયાન જિયોએ એકલતા અનુભવવાનું શરૂ કર્યું. આ પછી, તેણે તેનાથી છૂટકારો મેળવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લીધો. પરંતુ કદાચ જિયોને અંદાજ ન હતો કે તે આ માનવીય રોબોટના પ્રેમમાં પડી જશે.

 

(5:34 pm IST)