Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

બોર્ડર પર ફેન્સીંગ કરવાની વાતને લઈને તાલિબાને પાકિસ્તાનને આપી ધમકી

નવી દિલ્હી: અફઘાનિસ્તામાં તાલિબાનના શાસનનુ સમર્થન કરનાર પાકિસ્તાન પહેલો દેશ હતો પણ હવે તાલિબાન જ પાકિસ્તાનને આંખો દેખાડી રહ્યુ છે.અફઘાનિસ્તાને કહ્યુ છે કે, ડુરાન્ડ લાઈન એટલે કે બોર્ડર પર પાકિસ્તાનને કોઈ પણ સંજોગોમાં ફેન્સિંગ કરવા દેવામાં નહીં આવે. તાલિબાનના કમાન્ડરે કહ્યુ હતુ કે, અમે કોઈ પણ પ્રકારની ફેન્સિંગની પરવાનગી નહીં આપે.પાકિસ્તાને પહેલા જે પણ કર્યુ હતુ તે પછી હવે આગળ તેમને આ માટે પરવાનગી નહીં અપાય.કોઈ ફેન્સિંગ નહીં થાય. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ હતુ કે, આ વિવાદને શાંતિપૂર્ણ રીતે હલ કરી દેવામાં આવશે અને એ પછી તાલિબાન કમાન્ડરે ઉપરોક્ત નિવેદન આપ્યુ છે. દરમિયાન પાકિસ્તાને ફેન્સિંગનુ 90 ટકા કામ પુરુ કરી દીધુ છે.અફઘાનિસ્તાનનુ કહેવુ છે કે, અંગ્રેજોએ નક્કી કરેલી આ સરહદે બંને તરફ સેંકડો પરિવારોને વહેંચી દીધા છે.પાકિસ્તાન હવે તેના પર જોર શોરથી કામ કરી રહ્યુ છે.

 

(5:33 pm IST)