Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સાઉદી અરબ બન્યું અનોખું શહેર:ઉડશે કૃત્રિમ ગાડીઓ.....રોબોટ કરશે તમામ કામ

નવી દિલ્હી: શહેરોમાં ફરતાં રોબોટ અને હવામાં ઉડતી ગાડીઓ હવે માત્ર ફિલ્મોની વાત જ નથી રહ્યા. સાઉદી અરબ હવે એક આવું જ સાઈ-ફાઈ શહેર વસાવવા જઈ રહ્યું છે જેમાં રોબોટ તમારી સુરક્ષાથી લઈને ચાકરી પણ કરશે, કાર હવામાં ચાલશે, કૃત્રિમ વાદળો પાણી વરસાવશે. એનાથી પણ આગળ આ શહેરમાં એક કૃત્રિમ ચાંદો પણ હશે જે દરરોજ રાતે નીકળશે. 500 અબજ ડોલરના ખર્ચે બનનારૂં આ શહેર લંડનથી 17 ગણું વધારે મોટું હશે. સાઉદી અરબના તબૂક રાજ્યમાં આ શહેરને વસાવવામાં આવશે અને તેનું નામ 'નિયોમ' છે. જે કંપનીએ પ્રસ્તાવિત શહેર ખરીદ્યું છે અને તેને બનાવવાની જવાબદારી ઉઠાવી છે તેની નિયોમ માટેની યોજનાઓ ખૂબ જ મહત્વાકાંક્ષી છે. એટલી હદે કે, આ શહેરમાં ઉપયોગમાં લેવાનારી કેટલીક તકનીકો હાલ અસ્તિત્વમાં જ નથી. એક અહેવાલ પ્રમાણે નિયોમ શહેર જોર્ડન અને મિસ્ત્રની સરહદે સ્થિત હશે અને 2025 સુધીમાં લોકો માટે રહેવા બનીને તૈયાર થઈ જશે. નિયોમ પહેલું એવું શહેર હશે જે સૌર ઉર્જા અને પવન ઉર્જા દ્વારા સંચાલિત થશે. 

(5:32 pm IST)