Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

અમેરિકામાં નોકરી છોડનારની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: અમેરિકામાં ગયા વર્ષે નવેમ્બરમાં 45 લાખથી વધુ લોકોએ નોકરી છોડી દીધી હતી. આ આંકડો ઓક્ટોબરમાં નોકરી છોડનારા 42 લાખની તુલનામાં વધુ છે. શ્રમ વિભાગના આંકડા પ્રમાણે, નોકરી છોડનારા અમેરિકનોની સંખ્યા દેશના જોબ રેકોર્ડમાં છેલ્લા બે દસકામાં સૌથી વધુ છે. લોકો યોગ્ય તકનો લાભ લેવા માંગતા હોવાથી પણ નોકરી છોડી રહ્યા છે. આ મુદ્દે સરકાર નજર રાખી રહી છે કારણ કે, બે વર્ષમાં કોરોના મહામારીના કારણે આર્થિક ગતિવિધિ અને અર્થતંત્ર પણ દબાણ હોવાથી કંપનીઓ અને નાના-મોટા બિઝનેસ યુનિટે વિચિત્ર પ્રકારની વિરોધાભાસી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાં નોકરી છોડનારાની આ સંખ્યાને ‘ગ્રેટ રેઝિગ્નેશન’ નામ પણ અપાયું છે. જોકે, કોરોના મહામારીમાં શ્રમિકોએ પોતાની પ્રાથમિકતાઓ મુદ્દે ફરી વિચારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરંતુ મોટા ભાગની નોકરીઓ હોસ્પિટાલિટી અને અન્ય ઓછું વેતન આપતા ક્ષેત્રોમાં છે કારણ કે, ત્યાં કર્મચારીઓ માટે આકરી સ્પર્ધા છે અને ઉમેદવાર પ્રમાણે સારા વેતનનો લાભ પણ મળે છે. ઈન્ડિડ હાયરિંગ લેબના ડિેક્ટર નિક બંકરે કહ્યું છે કે, આ ગ્રેટ રેઝિગ્નેશન હકીકતમાં ઓછું વેતન ધરાવતા શ્રમિકોની બાબત છે, જે બજારમાં ફરીથી નવી તકો શોધી રહ્યા છે. તેમાંના અનેકે નવી નોકરી કરવાનું શરૂ પણ કર્યું છે. અર્થતંત્ર ફરી પાટા પર લાવવાની હડબડીમાં કેટલાક શ્રમિકો માટે સારું વેતન અને કામ કરવાની સ્થિતિની માંગ કરવાની દુર્લભ તકનું સર્જન કર્યું છે. પરંતુ જે લોકો સરળતાથી નોકરી બદલી નથી શકતા અથવા જે લોકો એવા ક્ષેત્રોમાં છે, જ્યાં માંગ એટલી નથી, તેમના માટે વેતનનો મામૂલી લાભ મળ્યો છે. ફેડરલ રિઝર્વ બેંક ઓફ એટલાન્ટાના ડેટાથી માલુમ પડે છે કે, નોકરી બદલનારાને, તે નોકરીમાં રહેલા લોકોની તુલનામાં, ઘણો ઝડપથી પગાર વધારો મળ્યો છે.

(5:31 pm IST)