Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

હોએએમજી....ચીનના 9 શહેરોમાં ડ્રેગન ફ્રૂટમાં કોરોના વાયરસ મળી આવ્યા હોવાની માહિતીથી દેશભરમાં સુપરમાર્કેટ બંધ

નવી દિલ્હી: ચીનમાં વિયેતનામથી આવેલા ડ્રેગન ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળ્યો છે. ત્યાર બાદ વહીવટીતંત્રએ દેશભરમાં સુપર માર્કેટ બંધ કરી દેવામાં આવ્યાં છે. જોકે ખાવા-પીવાની ચીજોમાં કોરોના વાઇરસના ફેલાવાના કોઈ પુરાવા મળ્યા નથી. રિપોર્ટ મુજબ, ચીનના ઝેજીયાંગ અને જિયાંગસીમાં ઓછામાં ઓછાં 9 શહેરમાં ડ્રેગન ફ્રૂટની તપાસમાં કોરોનાનો વાઇરસ મળ્યો છે. આ પછી વિદેશથી આવતા ખાદ્ય પદાર્થોની તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રેગન ફ્રૂટ ખરીદનારાઓને ક્વોરન્ટીન થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચીનમાં ડિસેમ્બર 2020માં પણ વિયેતનામથી આવેલાં ડ્રેગન ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળ્યો હતો. ત્યાર બાદ અહીં 26 જાન્યુઆરી 2021 સુધી એના ઈમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટને કારણે મહામારીની લહેરે ફ્રાન્સ સહિત યુરોપમાં કોરોનાની સુનામી લાવી દીધી છે. યુરોપની સાથે બ્રિટનમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 3.32 લાખ કેસ સામે આવ્યા છે, જ્યારે બ્રિટનમાં 1.94 લાખ નવા કેસ મળ્યા છે અને 334 લોકોનાં મોત થયાં છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને બુધવારે કેબિનેટની બેઠકમાં આશા વ્યક્ત કરી હતી કે ઓમિક્રોનના ફેલાતા સંક્રમણ પર કાબૂ મેળવવામાં આવશે અને એના માટે લોકડાઉન લાગુ કરવાની જરૂર રહેશે નહીં. યુરોપનો જ દેશ- ઈટાલીમાં 1.89 લાખ નવા મળ્યા છે. ઈટાલી એ પહેલો યુરોપિયન દેશ હતો, જે કોરોના મહામારીની પ્રથમ લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયો હતો. સ્વીડનમાં રેકોર્ડ 17,320 નવા કેસ પણ નોંધાયા છે. કોરોનાના કેસમાં વધારો થવાને કારણે આરોગ્ય વ્યવસ્થાને પણ ભારે અસર પડી રહી છે.

(5:31 pm IST)