Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

અડધો ટ્રક રસ્‍તા ઉપર અડધો હવામાં: માંડ બચ્‍યો ડ્રાઇવર

રૂવાંટા ઉભા કરી દેતું દ્રશ્‍ય સર્જાયુ

બીજીંગ તા. ૬ :.. ઉત્તરી ચીનમાં એક ટ્રક ડ્રાઇવર મોતના મોઢામાંથી જતા સહેજમાં બચ્‍યો હતો. બન્‍યુ એવું કે ડ્રાઇવર જે રસ્‍તે જઇ રહ્યો હતો ત્‍યાં ગોળાઇ ઉપર ૩૩૦ ફુટ ઊંચા ખડક ઉપર લટકી ગયો હતો. આ ઘટના નવા વર્ષના પહેલા દિવસે ઘટી હતી. જે ત્‍યાંથી પસાર થઇ રહેલ લોકલ ટુર ગાઇડ વુ એ નજરે જોઇ હતી. વુ એ જણાવેલ કે, એક માલ વાહક ટ્રક પહાડના કિનારે લટકી રહ્યો હતો. ટ્રકનો અડધો ભાગ રોડ ઉપર અને અડધો ભાગ ખીણ તરફ હવામાં લટકયો હતો. આ દ્રશ્‍ય એટલું ભયંકર હતું કે જોઇને જ રૂવાંટા ઉભા થઇ જાય.


 

(2:29 pm IST)