Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

૧૦૧૯ અક્ષર ધરાવતું નામ

ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ તેને માત્ર જેમી કહે છે

લંડન,તા. ૬ : અનેક પેરન્ટ્સ તેમનાં સંતાનોનાં યુનિક નામ રાખવા માટે ખૂબ સર્ચ કરતા હોય છે. કેટલાક લોકો તેમની ફેવરિટ વસ્તુઓ, ફૂડ, કલર્સ કે લોકેશન્સમાંથી એને માટે પ્રેરણા લેતા હોય છે.

જોકે કંઈક નોખું નામ પસંદ કરવાને બદલે સેન્ડ્રા વિલિયમ્સે તેની દીકરીના નામ માટે કંઈક અલગ વિચાર્યું અને તેણે ખૂબ લાંબું નામ રાખવાનું નક્કી કર્યું. તેની દીકરીનો જન્મ ૧૯૮૪ની ૧૨ સપ્ટેમ્બરે થયો હતો. એ સમયે તેના બર્થ સર્ટિફિકેટ પર લાંબું નામ લખવામાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ તેમને એ નામ એટલું પણ લાંબું ન લાગ્યું. એટલે તેમણે એમાં સુધારા કર્યા અને ૧૦૧૯ અક્ષર ધરાવતું નામ રાખ્યું. તેનું નવું બર્થ સર્ટિફિકેટ હવે બે ફુટ લાંબું છે. જોકે તેના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ તેને માત્ર જેમી કહે છે.

(10:05 am IST)