Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ઉડતી ટેકસીઓ, અને નકલી ચંદ્ર આપશે અજવાળુ : રોબોટ નોકર તરીકે ધનવાન લોકોની સેવા ચાકરીમાં સતત હાજર હશે સિટીની સુરક્ષા પણ કરશે

સાઉદીનું ભવિષ્યનું શહેરઃ૨૦૨૫ સુધીમાં આ ફ્યુચરિસ્ટિક મેગા સિટી તૈયાર થાય એવી અપેક્ષા છે : કલાઉડ સીડિંગનો ઉપયોગ કરીને વરસાદ કરવા માટે વાદળો બનાવવામાં આવશે, જે એક ગરમ અને શુષ્ક દેશ માટે ખૂબ જ જરૂરી છેઃ આ પ્રોસેસમાં ડ્રોન અને પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે

રિયાદ, તા.૬: વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયુ છે. ટેકનોલોજી વિકસિત થઈ રહી છે અને વિશ્વમાં ભવિષ્યમાં આપણને ઉડતી ટેકસીઓ પણ જોવા મળશે. હોલીવૂડ અને બોલીવૂડની કેટલીક સાયન્સ ફ્રિકશન મૂવીમાં પણ આપણે ઉડતી ટેકસીઓ જોઈ છે. ૧૯૯૭માં રિલીઝ થયેલી હોલીવૂડની ફિલ્મ ધ ફિફ્થ એલીમેન્ટમાં પણ ઉડતી કારો બતાવવામાં આવી છે. પણ શું તમે કયારેય આવી ટેકનોલોજીથી ભરૂપર શહેરની કલ્પના કરી છે ખરી. સાઉદી અરબ હવે આવું શહેર વિકસિત કરવા જઈ રહ્યું છે.

સાઉદી અરબ ૫૦૦ અબજ ડોલરના ખર્ચે એક ફ્યુચરિસ્ટિક મેગા સિટીનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. આ સિટીમાં તમને ટેકસીઓ ઉડતી જોવા મળશે અને રોબોટ નોકર તરીકે સેવા ચાકરીમાં હાજર હશે. સાઉદી અરબના રૂઢિચુસ્ત રહેણી કરણીથી વિપરિત નિયોમ નામનું આ શહેર એક જેટ્સન સ્ટાઈલનું અતિ આધુનિક મહાનગર હશે. આ સિટીનું નિર્માણ Private Investment Fund કરી રહી છે. આ સિટીમાં જે ટેકનોલોજી અને યોજનાઓ છે તે ખૂબ જ મહત્વાકાંક્ષી છે. જે હજુ સુધી કયાંય જોવા મળી નથી.

આ શહેર મિસ્ર્ અને જોર્ડનની સીમા પાસે બનાવવામાં આવશે. જે ૨૦૨૫થી લોકો અને વ્યવસાયોને આવકારશે. આ સિટીનું નિર્માણ શૂન્યમાંથી થઈ રહ્યું છે, જે લંડનના આકારથી ૧૭ દ્યણુ મોટી હશે. એટલું જ નહીં. આ સિટી સૌર અને પવન ઉર્જાથી સંચાલિત હશે. નિયોમના અધ્યક્ષ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જણાવ્યું કે, ભવિષ્યનું શહેર ડ્રોન્સ માટે અનૂકુળ હશે અને રોબોટિકસના વિકાસનું મુખ્ય કેન્દ્ર હશે. દસ્તાવેજો જોઈને જાણવા મળ્યું કે, શહેરમાં ઉડતી ટેકસીઓ પણ હશે, જેને અત્યાર સુધી આપણે સાયન્સ ફ્રિકશન મૂવીમાં જ જોઈ છે.

સાઉદી અરબ આ શહેર માટે સૌથી પ્રતિભાશાળી અને સર્વશ્રેષ્ઠ વ્યવસાયિકોને આકર્ષવા કરવા માગે છે અને દુબઈ તથા દોહાની સરખામણીએ મુખ્ય વાણિજિયક કેન્દ્ર બનવા માગે છે. દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, રોબોટ નોકર વિદેશી કામદારો અને શ્રીમંત રહેવાસીઓના દ્યરની સાફ સફાઈ કરશે. એનો અર્થ એ કે હવે માણસોએ ઘરના કામની ચિંતા નહીં કરવી પડે. કલાઉડ સીડિંગનો ઉપયોગ કરીને વરસાદના વાદળો બનાવવામાં આવશે જે એક ગરમ અને શુષ્ક દેશ માટે ખૂબ જ જરૂરી છે.

આ પ્રક્રિયામાં ડ્રોન અને પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં લોકોના મનોરંજન માટે ડાયનાસોર રોબોટ અને માર્શલ આર્ટ રોબોટ પણ બનાવવામાં આવશે, જે એક બીજા સાથે ફાઈટ કરશે. સાઉદી અરબ એક વિશાળકાય ચંદ્ર પણ બનાવી રહ્યુ છે, જે રાતે અસલી ચંદ્રની જેમ ચમકશે. તાજેતરમાં જ એમબીએસે કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે શહેરના જાણીતા સિલ્વર બીચની રેત રાત્રે અંધારમાં ચમકતી દેખાય.

સાઉદી અરબે રિયાદમાં ૨૦૧૭ ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનશિએટિવ સંમેલનમાં નિયમના નિર્માણની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં સંબંધોન દરમિયાન રોબોટિકસ ફર્મ બોસ્ટન ડાયનેમિકના સીઈઓ માર્ક રાયબર્ટે કહ્યું કે, મશીનોનો ઉપયોગ સિટીમાં સુરક્ષાના ભાગ રૂપે પણ કરવામાં આવી શકે છે. રોબોટનો ઉપયોગ માત્ર સુરક્ષા પૂરતો જ નહીં, હોમ ડિલીવરી અને વૃદ્ઘોની સેવા તથા દેખરેખ માટે કરવામાં આવી શકે છે.

(10:05 am IST)