Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

આઇફોનને કારણે હું ગે બની ગયો એમ કહીને ભાઇએ એપલ પર ઠોકયો દસ લાખ રૂપિયાનો દાવો

મોસ્કો તા.૦૫: રશિયામાં એક વ્યકિતએ એપલ કંપની પર દસ લાખ રૂપિયાનો દાવો ઠોક્યો છે અને એ માટેનું કારણ આપ્યું છે કે આઇફોનને કારશે તે ગે બની ગયો છે. આ પરિવર્તનને કારણે તેને નૈતિક નુકસાન ઉઠાવવું પડ્યું છે. વાત એમ હતી કે તેણે આઇફોન પર એક એપ ડાઉનલોડ કરીને બિટકોઇન્સનો ઓર્ડર આપ્યો હતો. તેને એ એપ થકી બિટકોઇન્સને બદલે ૬૯ ગેકોઇન્સ મળ્યા. આ ઇન્ટરનેટના માધ્યમથી નાણાકીય ટ્રાન્ઝેકશનનું યુનિટ છે. સાથે મેસેજ પણ આવ્યો હતો કે અજમાવ્યા વિના જજ ન કરતા. આ ભાઈનું કહેવું છે કે  એ વાંચીને મને પણ લાગ્યું કે જ્યાં સુધી કોઈ વાતને અજમાવીએ નહીં ત્યાં સુધી એને જજ કેવી રીતે કરી શકાય? એ જ વિચારથી પ્રેેરાઈને મેં સમર્લગિક સંબંધોને અજમાવવાનું નક્કી કર્યું. હવે અત્યારે મારે એક બોયફ્રેન્ડ છે.ઁ

ભાઈસાહેબ બોયફ્રેન્ડ સાથે ખુશ અને સુખી છે, પણ તેને પરેશાની એ છે કે હવે પેરન્ટ્સને આ વિશે કઈ રીતે કહેવું? પરિવારજનોને કહેશે ત્યારે તેમનું રિએકશન કેવું હશે? ભાઈનું કહેવું છે કે મારી જિંદગી સાવ જ બદલાઈ ગઈ છે અને હવે કદાચ હું કદી નોર્મલ નહીં થઈ શકું. ટૂંકમાં એપલે તેની સાથે હેરાફેરી કરી અને અનાયાસે સમર્લગિકતા તરફ ધકેલી દીધો. હવે ભાઈ પોતાના માનસિક અને નૈતિક પરિવર્તન માટે આ કંપનીને જવાબદાર ઠેરવીને ૧ મિલ્યન રુબલ એટલે કે લગભગ ૧૦.૮ લાખ રૂપિયાનું વળતર માગી રહ્યો છે.(૧૭.૩)

(11:42 am IST)