Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઈરાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઇરાનના પશ્ચિમી પ્રાંત કરમનશાહમાં આજરોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેમની તીવ્રતા 4.4 અને 4.9ની  આંકવામાં આવી છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રથમવાર ભૂકંપના ઝટકા 10 કિલોમીટરની ઊંડાઈમાં આવ્યા હતા જયારે બીજી વાર 11 કિમીની ઊંડાઈમાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. યુએસ જિયોલોજિકલ સર્વેએ આપેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા 4.7 અને બીજા ભૂકંપની તીવ્રતા 4.9ની આંકવામાં આવી છે.

(6:24 pm IST)