Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

''ઇમ્પોસ્ટર સીન્ડ્રોમ'' ખરેખર હોય છે

ઇમ્પોસ્ટ સીન્ડ્રોમનું આ પણ એક લક્ષણ છેઃ જો તમને એમ લાગતું હોય કે મારી સફળતા મારી આવડત નહીં પણ નસીબને આભારી છે તો ચેતજો

તમારા મિત્રો અથવા સહકર્મચારીઓ તમને લબાડ ગણતા હોય અને તમે જે નોકરી માટે ખરેખર લાયક નથી એવું ગણતા હોય તેવું તમને કયારે લાગ્યું છે.

તો તમે એક સારી કંપનીમાં છો આ પ્રકારની લાગણી ઇમ્પોસ્ટર સીન્ડ્રોમ તરીકે ઓળખાય છે, અથવા સાઇકોલોજીસ્ટો તેને ઘણીવાર ઇમ્પોસ્ટર ફીનોમીનન તરીકે પણ ઓળખાવે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ બીહેવીયરલ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર લગભગ ૭૦ ટકા લોકોને જીવનમાં કયારેક ને કયારેક આવો થયો હોય છે. ઇમ્પોસ્ટર સીન્ડ્રોમની અસર દરેક પ્રકારના લોકોને જીવનના દરેક ભાગમાં જેમકે સ્ત્રીઓ, પુરૂષો, મેડીકલના વિદ્યાર્થીઓ, માર્કેટીંગ મેનેજર, એકટર અને એકઝીકયુટીવ દરેકને થતી હોય છે.

એવો વિચાર આવે કે તમારી સફળતા ફકત નસીબના કારણે જ છે તમારી આવડત કે પાત્રતાના કારણે નહીં તે ઇમ્પોસ્ટર સીન્ડ્રોમ છે તેવું પહેલી વાર ૧૯૭૮ માં સાયકોલોજીસ્ટ પોલીનરોઝ કલાન્સ અને સુઝાન ઇમેસ દ્વારા શોધવામાં આવ્યું. તેમના શોધ પેપરમાં તેમણે સ્ત્રીઓને ઇમ્પોસ્ટર સીન્ડ્રોમ થતો હોવાનું જણાયું.

ત્યાર પછી તેના પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે સ્ત્રી અને પુરૂષ બન્નેને ઇમ્પોસ્ટર સીન્ડ્રોમનો અનુભવ થાય છે કલાન્સે તેના છેલ્લા અભ્યાસ પત્રમાં સ્વીકાર્યું હતું. ઇમ્પોસ્ટર સીન્ડ્રોમ ફકત સ્ત્રીઓ પુરતો મર્યાદિત નથી. જે લોકો પોતાની સફળતાને પોતાની નથી ગણતા તેવા લોકો ઇમ્પોસ્ટર સીન્ડ્રોમથી પીડાય છે તેમ સાઇકોલોજીસ્ટ ઓડ્રે ઇરવીન કહે છે.

ઇમ્પોસ્ટર સીન્ડ્રોમના એક્ષપર્ટ વેલેરી યંગ જેમણે આ વિષય પર એક પુસ્તક ''ધ સીક્રેટ થોર ઓફ સકસેસફુલ વીમેન'' પણ લખ્યું છે. ઇમ્પોસ્ટર સીન્ડ્રોમની લાગણી અનુભવતા લોકોની એક પેટર્ન પણ શોધી છે.

* સંપુર્ણતાના આગ્રહી લોકો પોતાની જાત માટે બહુ ઉંચી આશાઓ રાખતા હોય છે અને તે લોકોને ૯૯ ટકા સફળતા મળે તો પણ તે નિષ્ફળ થયાની લાગણી અનુભવે છે. એક નાનકડી ભૂલને પણ તે પોતાની અણ આવડતમાં ખપાવે છે.

* અમુક ''નિષ્ણાતો'' કોઇપણ કામ શરૂ કરતા પહેલા તેના અંગેની ઝીણામાં ઝીણી માહિતી એકઠી કરે છે અને કામ દરમ્યાન પોતાની આવડત વધારવાના સતત પ્રયત્નો કરતા રહે છે. આવા લોકો કોઇ કલાસમાં અથવા મીટીંગમાં બોલવામાં અથવા પ્રશ્નો પુછવામાં ખચકાય છે કેમકે તેમને મુરખ દેખાવાની બીક હોય છે.

ઇમ્પોસ્ટર સીન્ડ્રોમ થવા પાછળ ઘણા બધા કારણો હોય છે તેવું ઇરવીનનું કહેવું છે. જેમકે આત્મવિશ્વાસનો અભાવ, કૌટુંબિક કારણો, બાળપણની યાદ, વગેરે કારણો આના માટે જવાબદાર બને છે. જયારે યંગનું કહેવું છે કે શાળા, કોલેજ અથવા કામ કરતા હોય તે કંપનીનું વાતાવરણ આમાં બહુ મોટો ભાગ ભજવે છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:29 pm IST)