Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રામ રામે તેને કોણ ચાખેઃ ૧૨ માળેથી બાળકી પડી અને નીચે ઉભેલા ડિલેવરી બોયે બચાવી લીધીઃ વિડીયો વાયરલ

બે વર્ષની બાળકી ગેલેરીમાં લટકી રહી હતી અને અચાનક તે નીચે પડે છે

દેશમાં તો રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટનાઓ વિશે સાંભળ્યું છે પરંતુ વિયેતનામમાં પણ આવી જ ઘટના બની છે

વિયેતનામના હનોઈમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ૧૨ વર્ષીય છોકરી ૧૨ મા માળની ગેલેરીમાંથી નીચે પડી હતી. જો કે,કોઈ ડિલિવરી બોયની કોઠાસૂઝને કારણે તેનો જીવ જતા બચી ગયો હતો.

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, ૩૧ વર્ષીય ડિલિવરી બોય ન્ગુયેન નાગોસે એક બાળકીને બચાવી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે બે વર્ષની બાળકી ગેલેરીમાં લટકી રહી છે અને અચાનક તે નીચે પડે છે.

આ ઘટના અંગેની માહિતી આપતાં ન્ગુયેન નાગોસે જણાવ્યું કે જ્યારે તે એક પાર્સલ પહોંચાડવા માટે ગ્રાહકની રાહ જોઇ રહ્યો હતો ત્યારે તેણે જોયું તો એક બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. જે ૧૨મા માળે લટકી રહી હતી.

યુવકે વધુમાં જણાવ્યું કે, અચાનક તે નીચે પડે છે અને તે સમયે આ ડિલેવરી બોય પોતાની આગવી કોઠાસૂઝને કારણે બાળકીને જમીન પર પટકાતા અટકાવી દે છે અને તેને બચાવી લે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

(4:41 pm IST)