Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

હોંગકોંગમાં ઓમીક્રોનના કેસ વધતા 8 દેશની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

નવી દિલ્હી: હોંગકોંગે ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને ભારત સહિત 8 દેશોની ફ્લાઈટ્સ પર બેન મૂકી દીધો છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, બ્રિટન અને અમેરિકા છે. અહીં બુધવારે કોવિડ પ્રતિબંધો લગાવ્યા છે. હોન્ગકોન્ગમાં અત્યાર સુધી ઓમિક્રોનના 114 કેસ મળ્યા છે. ઓમિક્રોનનું સંક્રમણ નોંધાયા બાદ ત્યાં જીમ અને રેસ્ટોરાંને બંધ કરવામાં આવ્યા છે. અમેરિકામાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે અહીં 5.67 લાખ કેસ નોંધાયા હતા. એક દિવસ અમેરિકામાં 1847 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન ફ્રાન્સમાં કોરોનાનો નવો વેરિયન્ટ 'IHU' મળી આવ્યો છે. એમાં 46 મ્યૂટેશન છે, જે ઓમિક્રોન મ્યૂટેશન કરતાં વધારે છે. ફ્રાન્સમાં એક જ દિવસમાં કોરોનાના 2 લાખ 71 હજાર 686 કેસ નોંધાયા છે, જ્યારે 351 લોકોનાં મોત નીપજ્યાં છે. UKની પણ સ્થિતિ કોરોના વાઈરસને કારણે ભયાવહ બનતી જાય છે. ત્યાં એક જ દિવસમાં 2 લાખ 18 હજાર 724 કેસ નોંધાયા છે. વિશ્વભરમાં ગઈકાલે કોરોનાના 21.36 લાખ કેસ નોંધાયા હતા અને 6574 લોકોનાં મોત થયાં હતાં.

 

(6:59 pm IST)