Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ભારતીય મહિલાએ તેના વાળ વડે ૧૨,૦૦૦ કિલોની ડબલ ડેકર બસ ખેંચી!

નવી દિલ્હી,તા. ૫ : સ્ત્રી હોય કે પુરૂષ, બંને ઈચ્છે છે કે તેમના વાળ ખૂબ જ મજબૂત બને અને બિલકુલ તૂટે નહીં. વાળ તૂટવાની સમસ્યાને કારણે દરેક વ્યકિત પરેશાન થઈ જાય છે, પરંતુ ભારત ની આશા રાની એ એવું પરાક્રમ કરી બતાવ્યું છે કે તેને જોઈને લોકો માત્ર તેના વખાણ જ નહીં કરે, પરંતુ તેનાથી બળશે પણ કે તેના વાળ આટલા મજબૂત કેવી રીતે છે? અને તે કયું શેમ્પૂ વાપરે છે?

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાની અદભૂત શકિત અને કલાબાજીથી મોટું નામ કમાય છે, સાથે જ તેમના દ્વારા કરવામાં આવેલ કામ જોઈને એવું લાગે છે કે તેઓ આ દુનિયાના નથી, કોઈ બીજી દુનિયાના જીવો છે. હાલમાં જ એક ભારતીય મહિલાએ આવું કારનામું કર્યું છે, જેના પછી તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. મહિલાએ પોતાના વાળ વડે ૧૨ હજાર કિલોની ડબલ ડેકર બસ ખેંચી છે.

સ્ત્રી હોય કે પુરૂષ, બંને ઈચ્છે છે કે તેમના વાળ ખૂબ જ મજબૂત બને અને બિલકુલ તૂટે નહીં. વાળ તૂટવાની સમસ્યાને કારણે દરેક વ્યકિત પરેશાન થઈ જાય છે, પરંતુ ભારતની આશા રાની એ એવું પરાક્રમ કરી બતાવ્યું છે કે તેને જોઈને લોકો માત્ર તેના વખાણ કરશે જ નહીં,

પરંતુ તેના વાળ પણ આટલા મજબૂત હોવાને કારણે તેનાથી જલન અનુભવશે. અને જાણવા માંગશે કે તેણીના વાળ આટલા મજબૂત કેવી રીતે છે? અને તે કયું શેમ્પૂ વાપરે છે?

આશાએ પોતાના વાળ વડે ૧૨,૨૧૬ કિલોની ડબલ ડેકર બસ ખેંચીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

(10:05 am IST)