Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સેકસ-ગેમના ભાગરૂપે પત્નીએ પતિના ગુદામાર્ગમાં એરફ્રેશનરીની બોટલ ખોસી, કાઢવા માટે સર્જરી કરવી પડી

લંડન, તા. પ : જાતીય જીવનમાં નવીનતાના નામે કંઇ કેટલાય યુગલો જોખમી કહેવાય એવા સાહસો કરે છે અને ક્ષોભજનક અવસ્થામાં ઇમર્જન્સી ડીપાર્ટમેન્ટમાં ભરતી થવું પડે છે. તાજેતરમાં આવો કિસ્સો ડોમિનિક રિપબ્લિકમાં બન્યો. ૪૦ વર્ષના એક ભાઇના ગુદામાર્ગમાં એક એરફ્રેશનર ફસાઇ ગયેલું. આ બોટલ તેના કહેવાથી તેની જ પત્નીએ અંદર નાખી હતી. આ ભાઇની પત્ની જ તેમને હોસ્પિટલ લઇ આવી હતી. પત્નીનું કહેવું હતું કે તેના પતિની જ ઇચ્છા હતી અને તેના જ કહેવાથી તેણે એરફ્રેશનરની બોટલ અંદર ખોસી હતી. અંદર નાખતી વખતે થોડીક તકલીફ થઇ, પરંતુ એક વાર અંદર ગયા પછી એ વધુ ઉંડી ઉતરતી ગઇ હતી. ત્યાર બાદ બન્નેએ એને બહાર કાઢવાની કોશિશ કરી, પણ ખાસ ફળતા ન મળી. ખાસ્સો સમય બોટલ અંદર રહ્યા પછી પતિને ડિસ્કમ્ફર્ટ થવા લાગતાં પત્ની તેને હોસ્પિટલ લઇ આવી હતી. ડોકટરોએ પહેલા એકસ-રે લીધો હતો અને પછી સર્જરીથી જ એ કાઢવી પડશે એવું કહ્યું હતું. બે કલાકની સર્જરી પછી બોટલ બહાર કાઢવામાં સફતા મળી હતી.

(4:11 pm IST)