Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સાઈકલ ચલાવીને કરો ટેન્શન અને સ્ટ્રેસને બાય બાય

હેલ્ધી રહેવા માટે સાઈકલ ચલાવવી ઘણી સારી માનવામાં આવે છે. સાઈકલ ચલાવવાના ઘણા ફાયદાઓ છે. વજનને કંટ્રોલ રાખવાની સાથે ડિપ્રેશન અને ટેન્શનમાંથી પણ તમને મુકિત અપાવે છે. તો આલો આજે જોઈએ સાઈકલ ચલાવવાના બીજા કયા ફાયદા છે. સાઈકલ એક એરોબિક એકસરસાઈઝ છે, જેના ઘણા ફાયદા છે. જેવા કે હૃદય રોગનો ખતરો ઓછો થાય છે. સતત સાઈકલ ચલાવવાથી ઘુંટણ અને સાંધાના દુખાવાથી પરેશાન લોકોને આરામ મળશે. ડાયાબિટિસ ધરાવતા લોકોએ સાઈકલ ચલાવતા પહેલા પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ. સાઈકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સંબંધી પણ ઘણા ફાયદા છે. તેનાથી તમારા પેટની ચરબીમાં ઘટાડો થાય છે. આ સિવાય તમારી માંશપેશીઓને પણ એકસરસાઈઝ મળે છે. રોજનો અડધો અથવા કલાક સાઈકલ ચલાવવાથી તમારા મસલ્સ મજબૂત બનવાની સાથે તમારી સ્ટ્રેન્થ અને સ્પેમીના પણ વધે છે.

 

(10:22 am IST)