Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પોલેન્ડમાં જળવાયુ પરિવર્તન જેવા ગંભીર મુદ્દા પર સીઓપી-24 શિખર સંમેલન શરુ

બેફામ પ્રદૂષણથી ઉત્પન્ન ખતરાને રોકવાના ઉપાયો પર ચર્ચા

    ફોટો polend

ક્લાઇમેન્ટ ચેન્જ જેવા મહત્વના મુદ્દે પોલેન્ડના કાતોવિત્સમાં શરૂ થયેલા સીઓપી-24 શિખર સંમેલનમાં 200 દેશના પ્રતિનિધિઓ સામેલ થયા છે. તેમણે ગંભીર પર્યાવરણીય ચેતવણી અને જળવાયુ પરિવર્તનથી ઉત્પન્ન ખતરા સામે તુરંત કાર્યવાહીનું આહવાન કર્યુ. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યું કે વિશ્વ વિનાશકારી જળવાયુ પરિવર્તને રોકવાની પોતાની યોજનાના માર્ગથી ઘણુ દૂર છે.

   જળવાયુ પરિવર્તન જેવા ગંભીર મુદ્દા પર પોલેન્ડના કાતોવિત્સ શહેરમાં બે સપ્તાહ સુધી ચાલનારા સીઓપી-24 શિખર સંમેલનનો આરંભ થયો. જેમાં સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વના દેશોને જળવાયુ પરિવર્તનના કારણે ગંભીર ખતરા સામે ચેતવણી આપી. બેફામ પ્રદૂષણથી ઉત્પન્ન ખતરાને રોકવાના ઉપાયો પર ચર્ચા માટે પોલેન્ડમાં 200થી વધુ દેશના પ્રતિનિધિ ભેગા થયા છે.

(12:15 pm IST)