Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

લ્યો બોલો... વરીયાળીથી વજન પણ ઘટાડી શકાય છે

પેટનો સોજો : વરીયાળી પેટના સોજાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વરીયાળીના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે. તે ગૈસ્ટ્રીક એસીડનો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે.

અપચો અને ખાટા ઓડકાર : અપચો અલ્સર, અમલપતિ, ખાટા ઓડકાર, ગેસ અને બીજા રોગોના ઉપચાર માટે વરીયાળીનો ઉપયોગ ઉત્તમ માનવામાં આવે છે. તે પેટમાં તેજાબનો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે, તેની તિવ્રતા ઓછી કરે છે. આમાશય શોથ ને દુર કરે છે, અને આમાશય રોગ દુર કરે છે.

ઉબકા અને ઉલટી : વરીયાળી કફનુ વમનરોધી હોવાને કારણે ઉબકા અને ઉલટીની સારવારમાં મદદ કરે છે. તે ગૈસ્ટ્રીક સ્ત્રાવને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરે છે.

વજન ઘટવું : વરીયાળી ચયાપચયની ક્રિયા વધારવામાં ઉપયોગી છે. વરીયાળી ચરબીના ચયાપચનને વધારી દે છે અને ચરબી વધવાના ભયથી બચાવે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

(9:29 am IST)