Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

આ રીતે હાથીએ તેમના કેર ટેકરનો જીવ બચાવ્યો

નવી દિલ્હી:  કહેવાય છે જાનવર માનવી કરતા વધારે વફાદાર હોય છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી જાનવરોને માનવી પ્રત્યે ખુબજ લગાવ હોય છે તેવી ઘટના ઘણીવાર સામે આવી છે અને તે પોતાના પાત્રને લઈને લોકોના દિલમાં જગ્યા બનાવતા હોય છે આવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક હાથી પોતાની કેરટેકરનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે થાઈલેન્ડના થોન્ગશ્રી નજીકનો આ વિડ્યો છે જેમાં એક વ્યક્તિ હાથીની કેર ટેકરને ધક્કો મારી પછાડવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે બાજુમાં ઉભેલ આ હાથી સંપૂર્ણ ઘટના જોવે છે અને તાત્કાલિક ધક્કો મારનાર વ્યક્તિને દૂર કરીને દોડીને મહિલા પાસે જાય છે અને તેને બચાવી લે છે.

(6:23 pm IST)