Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

યુરોપના આ ગામમાં ૯ વર્ષથી એકેય છોકરો પેદા નથી થયો

લંડન તા.૦૩ :આપણે ત્યાં બેટી બચાવો અભિયાન હાથ ધરાયું છે. પણ પૃથ્વી પર એવું એક ગામ પણ છે જ્યાં દીકરો પેદા કરો એવું અભિયાન લેવું પડે એમ છે. વાત છે પોલૅન્ડ અને ચેક રિપબ્લિકની સરહદ પર આવેલા મિસ્ક આન્દ્રેન્સ્કી ગામની. આમ તો આ ખોબલા જેવડું ગામ છે, પરંતુ અહીં છેલ્લાં નવ વર્ષમાં સમ ખાવા પૂરતો એક દીકરો જન્મ્યો નથી. ગામની વસ્તી પણ માત્ર ૩૦ જણની છે. અને અહીંના ઘરોમાં નાનાં બાળકોની તપાસ કરવામાં આવે તો છેલ્લાં નવ વર્ષમાં એકેય છોકરો પેદા નથી થયો. સૌથી યંગેસ્ટ છોકરો એક છે એની ઉંમર ૧૨ વર્ષની છે. અહીંની સ્કૂલમાં પણ જ્યાં જુઓ તો છોકરીઓ જ છે. છેલ્લે ૨૦૧૦માં એક પરિવારને ત્યાં છોકરાનો જન્મ થયો હતો, પણ એ પરિવાર સ્થળાંતર કરીને બીજે ગામ રહેવા ચાલી ગયો છે. ટૂંકમાં પરિસ્થિતિ એ છે કે ગામમાં વડીલો સિવાય યુવાનોની સંખ્યામાં છોકરાઓ છે જ નહીં. ગામના મુખિયાએ જાહેરાત કરી છે કે જે પરિવારને ત્યાં છોકરો જન્મશે તેનું ખાસ ગિફટ આપવામાં આવશે. આ ઘોષણા પછી એક યુરોપિયન યુનિવર્સિટીને વાતના ઊંડાણમાં જવાનો રસ પડ્યા છે. આ ગામમાં કેમ કોઈ છોકરો પેદા નથી થયો એ વિશે હવે સંશોધન થશે. આ રહસ્ય શોધવું જરૂરી છે કેમ કે આવું થવું કુદરત વિરોધી છે.

(3:33 pm IST)