Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

લાંબુ જીવવુ હોય તો સિંગલ રહો

૧૦૬ વર્ષના દાદીએ લાંબા આયુષ્યનું રહસ્ય ખોલ્યુ

ન્યુયોર્ક તા.૦૩: સ્વસ્થ શરીર-મન સાથે જીવનમાં ૧૦૦ વર્ષનો આંકડો પાર કરવો એ જબરજસ્ત મોટો માઇલસ્ટોન છે. અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં લુઇસ સિનોર નામનાં દાદીમાએ બુધવારે એટલે કે ૩૧ જુલાઈએ તેમનો ૧૭મો જન્મદિવસ ઊજવ્યો હતો. પિન્ક ડ્રેસમાં હજીયે યંગ અને ફ્રેશ દેખાતાં લુઇસની બર્થડ  પાટમાં જયારે તેમને લાંબી આવરદાનું રાઝ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહેલું, 'મને લાગે છે કે મારા લાંબા આયુષ્ય પાછળનું કારણ એ છે કે મેં લગ્ન નથી કર્યા. હું રોજ હેલ્થી ફૂડ લઉં છું. લગ્ન ન કર્યા હોવાથી મને પતિની કોઈ ચિંતા નથી કરવી પડી. હા, બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવાની ગોળી લેવી પડે છે, પણ એ સિવાય નોર્મલ લાઇફ છે.'.

આ ઉંમરે પણ ચાલવા માટે તેમને કોઈના સહારાની જરૂર નથી. પોતાનું શોપિંગ જાતે જ કરવા જાય છે અને ગાર્ડનમાં ફરવાનું કે રેસ્ટોરાંમાં જમવા જવાનું પણ તેઓ એકલાં જ એન્જોય કરતા હોય છે.

(3:32 pm IST)