Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ફ્રાંસ બાદ હવે બ્રિટનમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી જતા એક મહિનાના લોકડાઉન લગાવી દેવામાં આવ્યું

નવી દિલ્હી: ફ્રાન્સ બાદ હવે બ્રિટનમાં પણ કોરો વાયરસ મહામારીએ ફરી ઉથલો માર્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં ઝડપભેર ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના ચેપને નિયંત્રણમાં લેવા માટે એક મહિના માટે લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. બીજી તરફ બ્રાઝિલમાં કોરોનાના એક દિવસમાં 94,000 કેસો નોંધાયા છે અને 3769 જણાના મોત થયા છે. પાકિસ્તાન, ફ્રાન્સ અને તુર્કીમાં પણ કોરોનાના કેસોમાં મોટો વધારો જણાયો છે.

કેનેડાના ઓન્ટારિયોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાને પગલે લોકડાઉન જાહેર કરીને હોટલ-રેસ્ટોરાંને બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પર 50 ટકા લોકોને ખરીદી કરવાની તક આપવામાં આવશે. કેનેડામાં સારી એવી વસ્તી ધરાવતાં ઓન્ટારિયોમાં રોજના સરેરાશ ચાર હજાર કેસ નોંધાવા માંડયા છે. દુનિયામાં આજે કોરોનાના નવા 2,35,230 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 130,400,244 થઇ હતી. જ્યારે આજે કોરોનાના કારણે 3699 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 28,43,486 થયો હતો.

(6:17 pm IST)