Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

એક માણસનો જીવ બચાવવા પોલીસ-અધિકારી ૩૧૦ ફીટના બ્રિજ પર ચડી ગયો

ન્યુયોર્ક તા.૨: રવિવારે સવારે અમેરિકાના ન્યુ યોર્કની ઇસ્ટ રિવર પર આવેલા વિલિયમ્સબર્ગ બ્રિજની ટોચ પર શર્ટ પહેર્યા વિનાનો એક માણસ ચડી ગયો હતો અને તેણે ઉપરથી કૂદી જવાની ધમકી આપી હતી. એને કારણે ન્યુ યોર્કની પોલીસ સામે આ માણસને સલામત રીતે નીચે ઉતારીને લાવવાનો પડકાર આવ્યો હતો. આ માણસ સાથે પોલીસ-અધિકારીઓ લાઉડસ્પીકર વડે ૭૫ મિનિટ  વાત કરતા રહ્યા હતા ત્યારે બીજી તરફ એક પોલીસ અધિકારી તેના જીવને જોખમમાં મુકીને ૩૧૦ ફુટના આ બ્રિજ પર ચડી ગયો હતો અને તે માણસને પકડીને નીચે ઉતાર્યો હતો. આ અધિકારી પર ચોમેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે, કારણ કે ચોથી જુલાઇએ તેણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ચડી ગયેલી મહિલાને પણ આ રીતે જ બચાવી હતી.

(3:54 pm IST)