Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઓસ્ટ્રેલીયામાં મરઘીએ આપ્યું ગોળ ઇંડું

સીડની તા.૨: સામાન્ય રીતે ઇંડાં લંબગોળ હોય છે, પણ ઓસ્ટ્રેલીયાના પર્થ શહેરમાં વેનેસિયા વિલિયમ્સની ૨૦માંથી એક મરઘીએ લંબગોળને બદલે ગોળ ઇંડું મૂકતા તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. ઇંડાનો આકાર લંબગોળ છે અને લગભગ આવાંજ ઇંડા જોવા મળે છે. જો કે એક અબજમાં એક ઇંડું આવું જોવા મળતું હોય છે. આવું એક ઇંડું ૨૦૧૫માં એક ઓનલાઇન વેબસાઇટ પર ૧૦૦૦ ડોલર (આશરે ૭૨,૦૦૦ રૂપિયા) માં વેચાયું હતું

 

(12:09 pm IST)