Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

તમને ખબર છે આંખો કેમ ફરકે છે?

આપણી આંખો ઘણીવાર કેટલુય કહી દેતી હોય છે. તમે જોયુ હશે કે કેટલાય લોકોની આંખ ફરકતી હોય છે. ઘણીવાર તમારી આંખો પણ ફરકતી હશે. પરંતુ, શું તમે કયારેય એ વિચાર્યુ છે કે તમારી આંખો કેમ ફરકે છે? નહિં ને... તો જાણો આંખ ફરકવા પાછળનું કારણ શું છે?

. મોટા ભાગના લોકો કોઈને કોઈ કારણે તનાવમાં રહે છે અને ખૂબ જ હેરાન રહે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આંખો ફરકવા પાછળનું કારણ તનાવ પણ હોઈ શકે છે.

. ડૉકટરના જણાવ્યા અનુસાર, આંખો ફરકે તેને ''MYOKYMIA'' કહેવાય છે. આવી સ્થિતીમાં આંખોની માંસપેશીઓ સંકોચાવા લાગે છે. જેનાથી આંખ ફરકે છે.

. કયારેક શરીરમાં મેગ્નેશ્યિમની ખામીથી પણ આંખ ફરકવાની શરૂ થઈ જાય છે.

. દૂર દૃષ્ટિની સમસ્યા હોય તો પણ આંખ ફરકે છે.

. વધારે આલ્કોહોલ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવાથી પણ આંખ ફરકવાનું શરૂ થઈ જાય છે.

(9:35 am IST)