Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

લ્યો બોલો..ઘીના ઉપયોગથી પણ ત્વચામાં સુંદરતા લાવી શકાય છે

ઘી નો ઉપયોગ બધા ઘરોમાં  ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. શું તમે જાણો છો, ઘીનો ઉપયોગ તમે તમારી ત્વચાની રંગત નિખારવા માટે કરી  શકો છો.ઘી એક એવુ નેચરલ મોશ્ચરાઇઝર છે, જે ત્વચાની રંગત નિખારવાની સાથે ત્વચા સંબધી કેટલીય સમસ્યાઓ દુર કરવામાં  પણ ઉપયોગી છે.

. ઘી માં ભરપુર  માત્રામાં પ્રવાહિ સ્વરૂપે લેકિવક એસિડ હોય  છે. જે  ત્વચાની ટેનિંગને દુર કરી ત્વચાને કુદરતી નિખાર આપવામાં મદદ  કરે છે.  ઘી બધા પ્રકારની ત્વચા માટે નેચરલ મોશ્ચરાઇઝર રૂપે કામ કરે છે. તમારી ત્વચાને મોશ્ચરાઇઝ કરવા માટે ઘીને તમારા ચહેરા પર લગાવી ૨૦ મિનીટ  સુધી મસાજ કરો. હવે નવશેકા પાણીથી ધોઇ લો. તેનાથી તમારી ડેમેજ ત્વચા રીપેર થઇ જશે અને તમારી ત્વચા હંમેશા સ્વસ્થ રહેશે.

. ઘીમાં થોડુ મધ મિકસ કરી તમારા ચહેરા પર લગાવો. ૧૫ મિનીટ બાદ ચહેરાને ધોઈ લો. દરરોજ એવુ કરવાથી તમારા ચહેરાની ચમક બની  રહેશે.

. જો તમારા ચહેરા પર કાળા ડાઘ-ધબ્બા છે, તો ઘીમાં લીંબુનો રસ મિકસ  કરી ચહેરા પર લગાવો. અડધા કલાક બાદ   ચહેરાને નસશેકા પાણીથી ધોઇ લો. તેનાથી તમારો ચહેરો સાફ અને સુંદર થઇ જશે.

(9:34 am IST)