Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ફિલિપીનમાં વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું: 7ના મોત: 2ને ગંભીર ઇજા

નવી દિલ્હી: ફિલિપીનની રાજધાનીની નજીક એક રિસોર્ટ વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાનું શિકાર બનતા દોડધામ મચી જવા પામી હતી આ દુર્ઘટનામાં સાત લોકો મોતને ભેટ્યા છે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટના પછી આગ લાગી હતી અને સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા.

       આ દુર્ઘટનના કારણે વિમાનમાં સવાર લોકો પૈકી સાત લોકો મોતને ભેટ્યા છે અને બેને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વિમાન રાજધાની મનિલાથી લગભગ 25 નોટિકલ મિલ દૂર રડારથી જયારે ખોવાયું હતું ત્યારે તેમાં 6 યાત્રીઓ સહીત 2 પાયલોટ સવાર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:34 pm IST)