Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

જાપાનના તટીય શહેર તાઇજીમા ફરી એકવાર વિવાદાસ્પદ ડોલ્ફીનનો શિકાર થયો હોવાની માહિતી: ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: જાપાનના તટીય શહેર તાંઇજીમા સોમવારના રોજ એક વિવાદાસ્પદ વાર્ષિક ડોલ્ફીનનો શિકાર શરૂ થઇ ગયો છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દરમ્યાન ચાકુથી ડોલ્ફીનને મારવામાં આવે છે અને તેનું માસ લેવામાં આવે છે. ડોલ્ફીનને એકવેરિયમ અને સમુદ્રી પાર્કોમા વેચી દેવામાં આવે છે.

       આ વર્ષે તાંઇજીમા આ શિકાર રવિવારના રોજથી શરૂ થઇ ગયો છે અને આજ રોજ માછલી પકડવા માટે એક મોટું જૂથ ફરીથી તટ પર આવી ગયું છે. પર્યાવરને આ અભ્યાસને ખુબજ ક્રૂર બતાવ્યો છે કારણ કે ડોલ્ફીનને ડુબવામાં કે મરવામાં માત્ર 30 મિનિટનો સમય લાગે છે અને ત્યાંના માછીમારોનું કહેવું છે કે તેમના સમુદાયની આજીવિકા આ વ્યાપાર પર નિર્ધારિત છે.

(7:34 pm IST)