Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ચહેરો બદલતી ચાઈનીઝ આપેલ: પ્રાઈવસીનો લઈને સવાલ ઉભા થયા: ચીનના ઓપરેટિંગ સિસ્ટમ એપ સ્ટોર દ્વારા ઉપલોડ કરવામાં આવી હતી

નવી દિલ્હી: ચીનમાં લોંચ થયેલ ચહેરો બદલતી એપ ‘ZAO’   ઝડપથી વાયરલ થઇ રહી છે ચીનના આઇઓએસ(ઓપરેટિંગ સિસ્ટમ એપ સ્ટોર) દ્વારા તેને શુક્રવારના રોજ અપલોડ કરવામાં આવી હતી. માત્ર ત્રણ દિવસની અંદર જ આ એપને લાખો લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે આ એપની મદદથી યુઝર કોઈ પણ વીડિયોમાં એભિનેતા અને ખેલાડીના ચહેરા સાથે પોતાના ચહેરાને બદલાવી શકે છે.

         વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોએ આ યુઝરની પ્રાઇવસી ભંગ થતી હોવાની વાત કરી છે. કહેવાય રહ્યું છે કે ઇન્ટરનેટ પર ટ્રેફિક વધી જવાના કારણે જાઓનો સર્વર લગભગ ક્રેશ થઇ ગયું છે દુનિયા આખીમાં આ એપ પર નજર રાખવામાં આવી રહી છે અને તેના કારણોસર યુઝરની પ્રાઇવસી ભંગ થઇ શકે છે.

(7:33 pm IST)