Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

અફઘાનિસ્તાન: કૂદુંજ શહેરમાં વિસ્ફોટ: 6 સુરક્ષાકર્મીઓ શહીદ થયા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કૂદુંજ શહેરના બહારના વિસ્તારમાં સોમવારના રોજ જબરદસ્ત વિસ્ફોટ થયો છે જેમાં 6 સુરક્ષા કર્મીઓના મોત નિપજ્યા છે. કહેવાય રહ્યું છે કે કૂદુંજ શહેરમાં શનિવારના રોજ તાલિબાન અને સરકારી સુરક્ષા બળોના વચ્ચે પણ સંઘર્ષ થયો હતો જેમાં 36 તાલિબાન લડાકુઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા આ હુમલામાં 41 લોકોને ઇજા પહોંચી હતી.

          અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કૂદુંજ વિસ્તારમાં સુરક્ષાબળોના 20 જવાન અને પાંચ નાગરિકોના મોત નિપજ્યા છે તેમજ 85 અન્ય નાગરિકને ગંભીર રીતે ઇજા પહોંચતા  તેમને સારવાર અર્થે નજીકમાં ખસેડવામાં આવ્યા છે.

 

(7:33 pm IST)