Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ફોકસવેગન પર સ્કોડા ઓકટેવિયાની સવારી

લંડન,તા.૨:ધારો કે તમારી કોઇ કાર રસ્તામાં બગડી જાય તો તમે શું કરો ? કાં તો ટોઇંગ સર્વિસની મદદ લો, જો એ ન મળે તો ગેરેજવાળાને એ જગ્યાએ ઉઠાવી લાવો અને એમ પણ શકય ન બને તો તમારી બીજી કાર કે ટેમ્પા સાથે બાંધીને એને ઢસડીને ગેરેજ સુધી પહોચાડો. જો કે  યુનાઇટેડ કિંગડમના વેલ્શમાં ૫૧ વર્ષના ગ્લિન્ડર રિચર્ડ્સ નામના ભાઇએ અનોખુ કરતબ કર્યું. આ ભાઇએ પોતાની  ફોકસવેગન કારની બરાબ ઉપર સ્કોડા ઓકટેરિયા ચડાવીને એને બાંધીને બેલેન્સ કરી લીધી અને પછી ફોકસવેગન કારમાં બેસીને તેમણે કાર ચલાવવાનું શરૂ કરી દીધું. અલબત, આ સ્ટન્ટ કરીને તેઓ બહુ દૂર જાય એ પહેલાં જ પોલીસના હાથે ઝલાઇ ગયા. તેમને ડાયરેકટ કોર્ટમાં પેશ કરવામાં આવ્યા અને દંડ પણ કરવામાં આવ્યો. ૭૦૦૦ રૂપિયાનો દંડ અને ડ્રાઇવિંગ લાઇસન્સમાં ત્રણ પેનલ્ટી પોઇન્ટ એડ કરવામાં આવ્યા. એટલું જ નહીં, આવું દિમાગવિનાનું કામ કરીને કોર્ટનો સમય બરબાદ કરવા બદલ કોર્ટ ફી તરીકે ૧૦,૦૦૦ રૂપિયા પણ ચૂકવવાનું કહેવામાં આવ્યું.

(3:59 pm IST)