Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

પેઇન્ટરે અમિતાભ બચ્ચનનું ચિત્ર દોરતું પોતાનું થ્રી-ડી પેઇન્ટિંગ બનાવ્યું

લંડન તા. રઃ ફેમસ થ્રી-ડી આર્ટિસ્ટ અકબર મોમિનનો એક વિડિયો ટ્વિટર પર ગૌરવ પાંધી નામના એક યુઝરે પોસ્ટ કર્યો છે. આ વિડિયોની શરૂઆત એકદમ આમ છે ,પણ ધીમે-ધીમે આગળ વધતી કિલપમાં સમજાય છે કે કલાકારે એક ખાલી રૂમમાં કેવી અનોખી કરામત કરી છે. વિડિયોમાં પહેલાં એક ચિત્રકાર હાથમાં પીંછી લઇને નાનકડું વોલ પેઇન્ટિંગ કરતો જણાય છે. વોલના ચિત્રમાં અમિતાભ બચ્ચનનું ચિત્ર છે. એવામાં બાજુમાંથી એ જ ચિત્રકાર જેવો લુક ધરાવતો માણસ રૂમમાં પ્રવેશે છે. અંદર આવ્યા પછી તે પેઇન્ટ કરતા માણસને જુએ છે અને તેના હાથમાંથી પીંછી લઇ લે છે. એ પછી તે પેઇન્ટરના પગમાંથી જૂતાં લઇ લે છે અને છેલ્લે જે સ્ટૂલ પર માણસ બેઠેલો જણાય છે એ સ્ટૂલ પણ ખેંચી લે છે. ત્યાં સુધીમાં ખબર પડી જાય છે કે હકીકતમાં આ એક પેઇન્ટિંગ છે જેમાં ચિત્રકારે પોતાનું જ થ્રી-ડી પેઇન્ટિંગ બનાવ્યું છે જેમાં પોતે અમિતાભ બચ્ચનનું ચિત્ર દોરી રહ્યો છે એવું દેખાડયું છે. છેક છેલ્લે તે આ ચિત્રની બાજુમાં અમિતાભ બચ્ચનની બીજી છબી લઇને બેસી જાય છે ત્યારે રિયલ પેઇન્ટર કોણ અને થ્રી-ડી પેઇન્ટિંગ કયું એ સમજવામાં ભલભલા થાપ ખાઇ જાય એનો સીન રચાય છે.

(3:58 pm IST)