Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

અમેરિકાના ટેકસસમાં અંધાધૂંધ ફાયરિંગઃ પાંચનાં મોત,૨૧ ઘાયલ

હુમલાખોરે ટ્રક હાઇજેક કરી ફાયરિંગ કર્યુ, પોલીસે ઠાર માર્યો

ટેકસસ તા.૨: અમેરિકાના ટેકસસમાં મિડલેન્ડ અને ઓડેસા શહેરની વચ્ચે શનિવારે થયેલા ગોળીબારમાં પાંચ જણનાં મોત થયાં છે અને ૨૧ જણ ઇજાગ્રસ્ત થયા છે. મિડલેન્ડના સિનર્જી ફિલ્મ સિનેમાની પાસે પોલીસે હુમલાખોરનો પીછો કરીને તેને ઠાર માર્યો છે. હાલ તેની ઓળખ કરી શકાઇ નથી. ઓડેસા શહેરના અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોર બાઇક પર આવ્યો અને અમેરિકાના પોસ્ટલ વિભાગની ગાડી હાઇજેક કરી લીધી હતી. ત્યારબાદ તેણે લોકો પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. ઓડેસા સિટી પોલીસના વડા માઇકલ ગેરકે જણાવ્યું હતું કે, ટેકસાસના એક અધિકારીએ જ્યારે હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે અધિકારીને પણ ગોળી મારી દીધી હતી.

ટેકસાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું કે ટેકસાસ રાજ્ય અને જનસુરક્ષા જરૂરિયાત મુજબ પ્રભાવિતોને પ્રત્યેક મદદ પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે.

(3:56 pm IST)