Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

વધારે તેલવાળી વસતુઓ ખાવાથી થઈ શકે છે પ્રોસ્ટેટ કેન્સર

ખુબજ ફ્રાય કરેલા ભોજન લેવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. અમેરિકામાં હાલ કરવામાં આવેલ એક રસપ્રદ અધ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે નિયમિતપણે ફ્રેન્ય ફ્રાય, ફ્રાય ચીકન જેવી ચીજવસ્તુ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે અને તેની આડઅસર  પણ થાય છે.

ખુબજ ઊંચા તાપમાન પર બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. હવે નવા અભ્યાસમાં પણ આ બાબત જાણવા મળી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે ફ્રાય ચીજવસ્તુઓ નુકશાનકારક સાબિત થાય છે. પુરૂષોની સરખામણીમાં મહિલાઓને  આ રોગની અસર વધારે અસર થાય છે.

સંશોધકોએ, ઘણા બધા પરિબળો ધ્યાનમાં લીધા હતા જે પૈકીવય, વંશ, પ્રોસ્ટેટ કેન્સરના પારિવારીક ઈતિહાસ, બોડીમાસ ઈન્ડેકસ અને પીએસએ સ્ક્રીનીંગ જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. પ્રોસ્ટેટ કેન્સર અને પસંદગીની ડીપ ફ્રાય ચીજવસ્તુઓ વચ્ચે સીધો સંબંધ રહેલો છે.

(10:04 am IST)